મોજે મોજ..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ…

Published on: 11:51 am, Wed, 20 March 24

મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ પાટણ ની સિદ્ધપુર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8125 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 7687 અને ન્યૂનતમ ભાવ 7250 જોવા મળ્યો હતો.

અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7960 જ્યારે સરેરાશ 7500 અને ન્યૂનતમ 6625 રૂપિયા જોવા મળ્યો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8050  જ્યારે સરેરાશ ભાવ 7750 અને ન્યૂનતમ ભાવ 7250 રૂપિયા હતો.જ્યારે રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 7900 અને સરેરાશ ભાવ 7625 અને ન્યૂનતમ ભાવ 6900 રૂપિયા હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 7900 જ્યારે સરેરાશ 6950 જ્યારે ન્યૂનતમ 6000 રૂપિયા જોવા મળ્યો હતો.

હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8065 જ્યારે સરેરાશ ભાવ 7620 અને ન્યૂનતમ ભાવ 7175 રૂપિયા જોવા મળ્યો હતો.ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6800 મહત્તમ સરેરાશ 6600 અને ન્યૂનતમ 6500 જોવા મળ્યો હતો.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત ભાવ 19 માર્ચ ના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મોજે મોજ..! રાજ્યની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*