દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હશે. ત્યારે આજે આપણે એક તેવી જ અકસ્માતની ઘટનાની વાત કરવાના છીએ. રવિવારના રોજ સાંજના સમયે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટનામાં જયપુર બાર કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ સંજય શર્માનું મૃત્યુ થયું હતું. સંજય શર્મા પોતાના વૃદ્ધ માતા પિતા અને દીકરીને ઘરે મૂકીને તેમની પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બિકાનેર ગયા હતા. દીકરીની પરીક્ષા હોવાના કારણે સંજય શર્માએ પોતાની દીકરીને કહ્યું હતું કે, પેપર સરખી રીતે રાખીને આવજે.
પરીક્ષા આપીને મને ફોન કરજે અને કહ્યું હતું કે સોમવારે તે રાત્રે ઘરે પાછા આવશે. પરંતુ સોમવારના રોજ સવારે સંજય શર્મા નું મૃતદેહ તેમના ઘરે આવ્યું હતું. સંજય શર્માનું મૃતદેહ જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
54 વર્ષની ઉંમરે સંજય શર્માનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સંજય શર્મા અને તેમની પત્નીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં સંજય શર્માનું કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટના બની તે દિવસે ફ્રેન્ડશીપ ડે હોવાના કારણે તેમના મિત્રો તેમને ફ્રેન્ડશીપ ડે માટે ફોનમાં મેસેજ કરતા હતા. ભૂતપૂર્વ ચેરમેન સંજય શર્માના મૃત્યુના કારણે વકીલોમાં આઘાતમાં આવી ગયા હતા. સંજય કુમારના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
તેમને એક 22 વર્ષનો દીકરો અને એક 14 વર્ષની દીકરી છે. સોમવારના રોજ સવારે પિતાનું મૃતદેહ જોઇને બંને ભાઈ-બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ તેમના ઘરે તેમના ઓળખીતા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના ને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment