રસ્તા પર પાર્ક કરેલી કાર ઉપર અચાનક વીજળી પડી, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 3:03 pm, Tue, 9 August 22

હાલમાં બનેલી એક વીજળી પડવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ હચમચી જ હશો. આ ઘટનામાં રોડની બાજુમાં પાર્ક કરેલી કાર ઉપર વીજળી પડી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

કાર ઉપર વીજળી પડવાના કારણે કારનું વાયરીંગ, સેન્સર અને ઇલેક્ટ્રોનિક સાધનો બળી ગયા હતા. આ ઘટના બની ત્યારે કારની અંદર કોઈપણ વ્યક્તિ હાજર ન હતું તેથી મોટી કોઈ દુર્ઘટના બની નથી. આ ઘટના બની ત્યાં થોડીક વાર પહેલા જ એક બાઈક સવાર પસાર થયો હતો.

સદન સીબે તેનો જીવ પણ બચી ગયો હતો. વીજળી પડવાની સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ઉદયપુરના દેબારી ચોક પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર પાંચ વાગ્યાની આસપાસ ટ્રાન્સપોર્ટના વેપારી ડુંગરસિંહ ઝાલા નામનો વ્યક્તિ રસ્તાની સાઈડમાં કાર પાર્ક કરીને નજીકની ઓફિસમાં ગયા હતા. થોડીક વાર બાદ તેઓ કાર પાસે આવ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી.

તેમને એમ હતું કે કોઈકે વાહન સાથે છેડછાટ કરી હશે. તેથી તેમને નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા જોયા હતા. ત્યારે ખબર પડી કે તેમના કાર પર વીજળી પડી હતી. વીજળી પડી ત્યારે આસપાસ કોઈ પણ હાજર ન હતું, તેના કારણે આ ઘટનામાં કોઈને પણ કંઈ ઈજા પહોંચી નથી.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈએ ભલભલા લોકોનો વિશ્વાસ અધ્ધર થઈ ગયો છે. આ ઘટનામાં કાર પર વીજળી પડવાના કારણે કારમાં નુકસાન થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર પાર્ક કરેલી કાર ઉપર અચાનક વીજળી પડી, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*