અરવિંદ કેજરીવાલ જી ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશે તેવી ગેરંટી જાહેર કરશેઃ ઇસુદાન ગઢવી

Published on: 3:43 pm, Tue, 9 August 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી ફરી એક વખત ગુજરાતી મુલાકાતે આવશે અને ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, અરવિંદ કેજી વાલજી અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે. આ ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ જે ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરશે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ થી આવતીકાલે 10 ઓગસ્ટે બપોરે 2:00 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વૈષ્ણવદેવી સર્કલ પાસે સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉનહોલ કાર્યક્રમમાં હાજર રહેશે અને ત્યાં ગુજરાતની જનતાને ગેરંટી આપશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ ટાઉનહોલ કાર્યક્રમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ અરવિંદ કેજરી રાત્રે 9:00 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે.

અગાઉ અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. આ પછી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનોને રોજગારીની ગેરંટી આપી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે વેપારીઓને ઘણા બધા વાયદાઓ આપ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાતની જનતાને વધુ એક મહત્વની ગેરંટી આપવા જઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ જી ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશે તેવી ગેરંટી જાહેર કરશેઃ ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*