સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા એક હાઇવે રોડ ઉપરથી એક લાલ રંગની સૂટકેસ માંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસને 18 નવેમ્બરના રોજ સુટકેશ માંથી યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. પછી પોલીસે યુવતીની ઓળખ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.
ત્યારે ગઈકાલે યુવતીની ઓળખ થઈ હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ આયુષી ચૌધરી હતું. આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે કે આયુષી ચૌધરીનો જીવ બીજા કોઈએ નહિ પરંતુ તેના જ પિતાએ લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પિતાએ સૌપ્રથમ પોતાની દીકરી ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને લાલ રંગની સુટકેશમાં પેક કરીને 150 કિલોમીટર દૂર મથુરા જિલ્લાના રાયા વિસ્તારમાં યમુના એક્સપ્રેસ પર ફેંકી દીધું હતું.
હાલમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી આયુષીનું અફેર બીજી જ્ઞાતિના છોકરા અને ભરતપુરના રહેવાથી છત્રપાલ નામના યુવક સાથે હતું. બંને એક વર્ષ પહેલા આર્ય સમાજમાં લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ આયુષી તેના માતા પિતા સાથે ઘરે રહેતી હતી. પરિવારના સભ્યો આયુષીના લગ્નથી ખૂબ જ નાખુશ હતા.
.મળતી માહિતી અનુસાર 17 નવેમ્બરના રોજ આયુષ્ય પોતાની માતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ માતાએ આ અંગે પિતાને જાણ કરી હતી. ત્યારબાદ આયુષીના પિતા ઘરે આવ્યા હતા અને આયુષીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આયુષી કોઈની વાત માનવા તૈયાર જ ન હતી. ત્યારે આયુષીના પિતાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી આયુષી ઉપર બે વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો.
દીકરીનો જીવ લીધા બાદ પિતાએ નજીકની એક દુકાનમાંથી પોલીથીન ખરીદી હતી. ત્યારબાદ દીકરીના મૃત દેને કોથળીમાં ભરીને એક લાલ રંગની સુટકેશમાં પેક કરી દીધું. મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પિતાએ સુટકેશ કારમાં મૂકી અને વહેલી સવારે લગભગ 150 km દૂર મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર તે સુટકેશને ફેંકી દીધી. પિતા કાર્ડ ચલાવી રહ્યા હતા અને માતા આગળ ની સીટમાં બેઠી હતી.
મૃત્યુ પામેલી આયુષી બીસીએમાં અભ્યાસ કરતી હતી. પોલીસ પૂછપરછ દરમ્યાન મૃત્યુ પામેલી દીકરીના માતા પિતા બંને રડતા હતા. તેમને કહ્યું કે જે પણ થયું તે અચાનક જ થયું હતું અને આ બધું ગુસ્સામાં થઈ ગયું છે. આરોપી પિતાએ જણાવ્યું હતું કે, દીકરી તેમને ખૂબ જ અપમાનિત કરતી હતી. ઘણી વખત તેની સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર જ ન હતી. પૂછપરછમાં પિતાએ જણાવ્યું કે આયુષી દરેક વાત પર પરિવારનો વિરોધ કરવા લાગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment