બાપે દીકરીને અનોખી લગ્નની ભેટ આપી, બે વર્ષ પહેલા અવસાન પામેલી માતાની ઉણપ પૂરી કરવા વેક્સ સિલિકોનમાંથી મૂર્તિ તૈયાર કરાઇ, માતાની મૂર્તિ જોઈને દીકરી…

Published on: 1:59 pm, Mon, 6 February 23

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં અંકલેશ્વરમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વરમાં રહેતા પરિવારની પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આશીર્વાદ આપ્યા હતા.મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જાણીતા સામાજિક કાર્યકર તેમજ બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું.

ત્યારે હાલ પિયુષ પટેલની બંને દીકરીઓના લગ્ન હોવાને કારણે પુત્રીઓની માતા લગ્નમાં હાજરી ન આપી શકે તેમ હોવાથી પિતાએ માતાની આબેહૂબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક મૂર્તિ બનાવી અને માતાની આ મૂર્તિને સ્ટેજ પર મૂકી પુત્રીઓને આ અનોખી ભેટ આપી હતી.

મૂર્તિ વિશે વિગતવાર વાત કરીએ તો, આ મૂર્તિ વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વેક્સથી તૈયાર કરાયેલી મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.પિયુષ પટેલની પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું.ત્યારે હાલ તેમની બંને દીકરીઓ દ્રષ્ટિ અને સૃષ્ટિના લગ્ન નિમિત્તે પિતાએ કંઇક અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું.

આ દરમિયાન તેઓને આ મૂર્તિનો વિચાર આવ્યો હતો. તેથી તેમણે પોતાના મિત્રની  મદદથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. જાણવા મળ્યું છે કે આ મૂર્તિ બનાવવા માટે 45 દિવસનો દિવસનો સમય લાગ્યો હતો.

સાથે જ મૂર્તિ એવી રીતે તૈયાર કરાઈ હતી કે જોતા જ જાણે લાગે કે સાચે જ સ્વ. દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય.પિતાએ આવી અનોખી ભેટ આપેલી જોઈને બંને પુત્રીઓની આખો ખુશીના આંસુથી છલકી ઉઠી હતી. સાથે જ આ દ્રશ્યો જઈને ત્યાં હાજર સૌ કોઈ મહેમાનો, સ્વજનો તેમજ મિત્ર મંડળ પણ ભાવુક બની ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાપે દીકરીને અનોખી લગ્નની ભેટ આપી, બે વર્ષ પહેલા અવસાન પામેલી માતાની ઉણપ પૂરી કરવા વેક્સ સિલિકોનમાંથી મૂર્તિ તૈયાર કરાઇ, માતાની મૂર્તિ જોઈને દીકરી…"

Leave a comment

Your email address will not be published.


*