મિત્રો આપણા ભારત દેશમાં અનેક ચમત્કારી દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. આ ચમત્કારી મંદિરોમાં ઘણા લોકો દેવી-દેવતાઓ પર આસ્થા રાખીને પોતાના દુઃખ દૂર કરવા માટેની માનતા રાખતા હોય છે. તમે ઘણા લોકોને ખૂબ જ કઠિન માનતા રાખતા પણ જોયા હશે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ.
વાત કરીએ તો મહારાષ્ટ્રના આ વ્યક્તિના દીકરાનું ઓપરેશન હતું અને ઓપરેશન સફળ થાય તે માટે આ વ્યક્તિએ વૈષ્ણોદેવીની માનતા માની હતી. માનતા માની હતી કે જો દીકરાનું ઓપરેશન સફળ થશે તો તેઓ મહારાષ્ટ્ર થી વૈષ્ણોદેવી સુધી રોડ પર આવતાં જશે.
પછી તો સાચા મનની શ્રદ્ધા અને આસ્થાથી આ વ્યક્તિની માનેલી માનતા પૂરી થઈ તેમના દીકરાનું ઓપરેશન સફળ રહ્યું અને દીકરો સાજો થઈ ગયો. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડમેરના રહેવાસી દેવીદાસ પ્રથમવાર નહીં પરંતુ બીજીવાર રોડ પર આવડતા આવડતા વૈષ્ણોદેવી જવા નીકળ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ ચાર મહિના પહેલા મહારાષ્ટ્ર થી વૈષ્ણોદેવી આવવા માટે નીકળ્યા હતા. હજુ પણ તેમને વૈષ્ણવદેવી પહોંચવામાં 10 મહિના જેટલો સમય લાગશે. જાણવા મળી રહ્યું છે કે તેઓ દરરોજ 10 કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે. હાલમાં તો તેઓ પંચમહાલના ગોધરામાંથી પસાર થઈ રહ્યા છે.
વાત કરીએ તો દેવીદાસના પુત્રને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેની બચવાની કોઈ પણ પ્રકારની આશા ન હતી. પછી દેવીદાસે વૈષ્ણોદેવીની માનતા માની અને તેના દીકરાનું ઓપરેશન સફળ થયું. એટલે હવે તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે નીકળી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment