હાલમાં સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાઇરલ થઇ છે જે માનવતાને શરમાવે તેવી તસવીરો છે. કહેવાય છે કે કળયુગમાં કોઈ કોઈનું નહિ રહે તે વાત અહી સાચી છે. અહીં ન મળતા પરિવાર દર્દીને ખભે ઉંચકી લઇ જવા મજબૂર થયા હતા.
આ તસવીરો વાયરલ થઇ છે તેમાં દેખાઈ રહ્યું છે કે, એક મહિલા દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં તેમના પરિવારના સભ્યો ખાટલા ના સહારે ખંભા પર ઉચકીને લઈ જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવનારા તસવીર જોયા બાદ જાણવા મળ્યું છે કે આ ઘટના ઝારખંડની છે અને દર્દી નો પરિવાર લગભગ 12 કિલોમિટર સુધી આ રીતે લઈ જઈ રહ્યો છે.
હકીકતમાં,સાહિબગંજ ના ગદાઇ ડીયરામાં એક મહિલાની તબિયત અચાનક બગડ્યા બાદ જ્યારે પરિવારના સભ્યોએ 108 નંબર પર ફોન કરીને એમબ્યુલન્સ ની માગણી કરી ત્યારે વાહન ના મળવા ને બહાને એમબ્યુલન્સ આવવાની ના પાડી દીધી.
જ્યારે તેમની તબિયત બગડવા લાગી ત્યારે પરિવારે દર્દીને ખાટલા પર લઇ ગયો અને 12 કિલોમીટર સુધી ચાલીને દર્દીને હોસ્પિટલ લઈ ગયા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઇ રહી છે અને લોકો ને દુઃખ પણ થઈ રહ્યુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment