મિત્રો તમને બધાને જણાવી દઈએ કે અમદાવાદના નડોદરામાં રહેતા પટેલ પરિવાર માટે પહેલી ઓક્ટોબર કાળોનો દિવસ બની ગયો હતો. પટેલ પરિવારના 38 વર્ષીય ભાવિનભાઈ પટેલ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ ભાવિન પટેલ જીવતા ઘરે પરત ફરિયા ન હતા. રસ્તામાં નરોડાના મનોહર વિલા ચાર રસ્તા નજીક જ્યારે તેઓ ઘરે આવી રહ્યા હતા.
ત્યારે પાછળથી એક ગાય તેમને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં ભાવિન પટેલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું હોસ્પિટલમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ભાવિન પટેલના મૃત્યુના કારણે તેમની પત્નીએ પતિની અને બે નાનકડી દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
દિવ્ય ભાસ્કરની ટીમે ભાવિન પટેલના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, ભાવિન પટેલ એકદમ સરળ સ્વભાવના હતા અને તેઓના જીવનમાં ઘણા બધા સપના હતા. તેમણે હાલમાં એક નવું મકાન લીધું હતું અને એમાં 20 લાખ રૂપિયા ભર્યા હતા. બીજી બધી લોન લીધી હતી. મકાન માટે ભાવિન પટેલે જે રૂપિયા ભર્યા તે રૂપિયા બહારથી અને મિત્રો પાસેથી લાવ્યા છે.
ભાવિન પટેલ ખૂબ જ સુશીલ અને સારા સ્વભાવના હતા. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા ભાવિન પટેલના પિતરાઈ ભાઈ રવિપટેલ ખુબ જ ભાવુક થઈ ગયા હતા. તેમને કહ્યું કે હવે ઘરમાં કોઈપણ પ્રસંગ હશે ત્યારે તેમની ખોટ ખૂબ જ વર્તાશે. ભાવિનભાઈની બંને નાની દીકરીઓની જવાબદારી હવે મારી ઉપર છે એ બંને મારી દીકરીઓ જ છે. તેમની પત્નીને તો અમે સમજાવી દઈશું પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપશો?
ભાવિન પટેલના મૃત્યુ બાદ સૌથી મોટો આઘાત તેમની માતા અને તેમની પત્નીને લાગ્યો છે. ભાવિન પટેલના મૃત્યુ બાદ બંને સતત રડી રહે છે. ભાવિન પટેલની પત્ની તો કંઈ બોલવાની હાલતમાં પણ નથી. ભાવિન પટેલ ની માતાએ રડતા રડતા વાત કરતા જણાવ્યું કે, ભાવિન અમારા કુટુંબમાં તો ઠીક પણ આજુબાજુ ગમે તે હોય તે તેના સ્વભાવના કારણે બધા સાથે ભળી જતો હતો. તેને કોઈ અજાણ્યું લાગતું ન હતું.
15 દિવસ પહેલા મને માથામાં વાગ્યું હતું અને મારા માથામાં 9 ટાંકા આવ્યા હતા. ત્યારે મારી પરિસ્થિતિ બરાબર ન હતી અને મને ચક્કર આવતા હતા. તો ભાવિન મને સવારમાં ફોન કરીને કહે છે કે, મમ્મી હું તને લેવા આવું છું, પણ મેં ના પાડી. મારી તબિયત સારી ન હતી. આપણે ના કહેવું જોઈએ, પણ ભગવાનથી પણ વધારે હતો એમ કહે તો ચાલે. તેથી તેની ખૂબ જ યાદ આવશે. બસ આટલા શબ્દો બોલીને ભાવિન પટેલના માતા ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment