ગુજરાતમાં રાજનીતિને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં એક પછી એક મોટી પાર્ટી પગપેસારાની તક શોધી રહી છે. એવામાં વધુ એક રાજકીય નેતા ગુજરાતના રાજકારણમાં સક્રિય થાય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં સૌથી પહેલા અસુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIM ગુજરાતમાં આવી ચૂકી છે. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આવી છે.
ત્યારે હવે ગુજરાતની રાજનીતિમાં એક નવાજ પક્ષનો ઉદય થવા જઈ રહ્યો છે. આ નવો પક્ષ બીજો કોઈ નહિ પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાટી TMC નો છે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં TMC હવે સક્રિય થઇ શકે તેવા એંધાણ છે. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.
એવું બધું એક પક્ષ ગુજરાતના રાજકારણમાં આવવા માટે તક સુધી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં TMC પોતાનો વિસ્તાર વધારવાનો પ્રયાસ કરી રહી છે તેઓ સામે આવી રહ્યું છે.
આ ઉપરાંત 21 જુલાઈએ TMC શહીદ દિવસ મનાવશે જેમાં TMC ના નેતાઓ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. જમ્મુ સંબોધન ગુજરાતમાં પણ દર્શાવશે જે માટે ગુજરાતના મોટા શહેરોમાં TMC દ્વારા સ્ક્રીન લગાવવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment