સુરતમાં વરસાદે બોલાવી ધમાચકડી, એક જ રાત્રેમાં 8 ઈંચ વરસાદ…

Published on: 2:28 pm, Mon, 19 July 21

ગુજરાતમાં વરસાદી માહોલમાં સુરત શહેરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે. સુરત શહેર અને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. રાત્રે ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

સુરતના ઓલપાડ ના કુડસદ ગામમાં ભારે વરસાદના કારણે સૌથી વધારે પાણી ભરાઈ ગયું હતું. તેના કારણે તે વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી ઉઠાવી પડી હતી.

શહેરમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. તેમજ હળપતિ વાસ અને નવપુરા કોલોની સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા.

જેના કારણે સુરતના આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તેથી તેઓ ખૂબ જ હેરાન થયા હતા. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો અને તેના કારણે પાણી ભરાઈ ગયા હતા. પલસાણા, બારડોલી, કામરેજ તેમજ મહુવા તાલુકાઓમાં નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી હતી.

સુરતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સુરતના મેયર હેમાલી બોધેવાલાએ રાત્રે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી. આ ઉપરાંત મેયર એ તેમના અધિકારીઓને રાહત કાર્યો માટે ની સૂચના આપી હતી.

તેમજ અનેક વિસ્તારોમાં વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. આ ઉપરાંત રેસ્ક્યુ ટીમ દ્વારા ૧૫ જેટલા પરિવારોને રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા.

સુરતમાં રાત્રે 8 ઈંચ વરસાદ પડવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું એના કારણે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.