ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે બોટાદ જિલ્લાના ગઢડા માં એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું કે, આમ તો મુખ્યમંત્રી કઈ રીતે રાજકારણમાં આવી ગયા તે તો તપાસનો વિષય છે.ખરેખર ખૂબ ભોળા અને સહજ છે. અમારે તેમને ઘણી વાર ખભો પકડીને ચેતવવા પડે કે, સાહેબ જરા જો જો, સામેવાળા થી ચેતવા જેવું છે.
પરંતુ તેઓ એવું કહે છે કે,તેમના પર ઘણાના આશીર્વાદ છે. ભલે તેની દાનત ખરાબ હશે પરંતુ તે છેતરી ને પણ કંઈ પામી શકશે નહીં. કારણ કે ઘણાના આશીર્વાદ તેમની સાથે છે અને ગુજરાતની પ્રજાના પણ આશીર્વાદ તેમની સાથે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી એ પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધારો કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી. મનમાની કરતા સરકારી બાબુઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકોની નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો.
કારણ કે તમામ લોકો નીતિ-નિયમ જાણતા હોતા નથી. સરકારી અધિકારીઓની કાર્ય નિષ્ઠા પર સવાલ કરતાં કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઈ જાય છે? એ વિચારવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment