આટકોટ પાસે મધરાત્રે કાર પલટી ખાઈ જતા, જસદણ ભજનમાં જતા 4 મિત્રો માંથી માતા-પિતાના એકના એક પુત્રનું મૃત્યુ…

Published on: 11:03 am, Tue, 19 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પરની અકસ્માત ની ઘટના સામે આવી. મળતી માહિતી અનુસાર રાજકોટ ભાવનગર હાઇવે પર જસદણના વિરનગર ગામ પાસે મધરાત્રે કાર પલટી ખાઈ ને એક ખેતરમાં જઈને પડી હતી.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર ચાર મિત્રો જસદણ ભજનમાં જતા હતા તેમાંથી એક મિત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં આટકોટ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

અને અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટ ભાવનગર હાઇવે પર વીરનગર ગામ પાસે રાત્રે બે વાગ્યાની આસપાસ ટાટા નેક્સોન કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

અને કાર રોડ પર ત્રણથી ચાર ગોથા ખાઇ ગઇ હતી અને ત્યારબાદ ઉછળીને રોડની બાજુના ખેતરમાં જઈને પડી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 32 વર્ષીય મહેક ભાવેશભાઈ મકવાણાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત કારમાં સવાર યુવરાજસિંહ, હરદીપસિંહ અને રાજનાથ સિંહને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ મિત્રોની ઈચ્છા ખૂબ જ ગંભીર હોવાના કારણે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલો મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. મળતી માહિતી અનુસાર ચારેય મિત્રો જસદણ ભજન માં આવતા હતા ત્યારે વીરનગર પાસે તેમનું અકસ્માત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આટકોટ પાસે મધરાત્રે કાર પલટી ખાઈ જતા, જસદણ ભજનમાં જતા 4 મિત્રો માંથી માતા-પિતાના એકના એક પુત્રનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*