હાલ આખુ વિશ્વ કોરોના જેવી મહા મારી સામે લડી રહ્યું છે ત્યારે કોરોના ની રસી શોધવા માટે વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. વધુ એક બાળકોમાં દેખાતી ગંભીર બીમારીનો કેસ સામે આવ્યો છે.
સુરતમાં અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C નો કેસ સામે આવ્યો છે.10 વર્ષના બાળક માં હર્દય નું પંપિંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે MIS-C નામની બીમારી જોવા મળી છે.આ બાળકની ડોક્ટરોએ સાથે સાત દિવસ સારવાર કરીને ફરી તેને સ્વસ્થ કર્યો છે.સુરત અને મુંબઈના ડોક્ટર સાથે ચર્ચા કરી હતી બાદમાં આ બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લન્ડન ના બાળકોમાં જોવા મળે છે . ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કેસ છે આ 10 વર્ષીય બાળક હૃદયનું પમ્પિંગ માત્ર 30 ટકા જેટલું જ ઘટાડવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે આ બીમારી 3 થી 20 વર્ષની વય સુધીના બાળકોમાં જોવા મળે છે.આ બીમારીના લક્ષણો જેવા કે હૃદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુખતું ,શરીર પર લાલ ચાઠા પડવા ,આંખ લાલ થવી, હાથ પગની ચામડી ઉખડવી. આ બીમારીનો કોઈ ટેસ્ટ કરાતો નથી પરંતુ લક્ષણોના આધારે બીમારી સામે આવે છે.
Be the first to comment