મહામારી ના સમય વચ્ચે આગામી બે દિવસ માટે માવઠા ની આગાહી કરવામાં આવી છે તથા અમદાવાદ ની આસપાસ ના વિસ્તારોમાં ગરમી અનુભવાશે. ગુજરાત માં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાત ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ અમદાવાદ, વડોદરા,ગાંધીનગર,ખેડા સહિત ના વિસ્તારોમાં ગરમી અનુભવાશે.
થન્ડર સ્ટ્રોમ ની અસર ને પગલે કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માં વાદળછાયું વાતવરણ જોવા મળશે. બે દિવસ વરસાદ બાદ ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.
નોંધનીય છે કે વાવાઝોડાના કારણે ભારે વરસાદ ના કારણે ખેડુતોને ખૂબ જ નુકશાન થયું છે.આંબા સહિત બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનુ નુકસાન થયું હતું.
ત્યારે ફરીથી કમોસમી વરસાદ ની આગાહીને કારણે ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે.આ વખતે કુદરતી આફત ને કારણે કેરી ના પાક ને પણ મોટું નુકશાન થયું હતું અને ત્યારબાદ કેરી ના ભાવ માં પણ મોટો ઘટાડો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment