રાજ્યમાં 18 થી 44 વર્ષના માટે વેકસીનેશન ઝડપી બનાવવા રોજના ત્રીસ હજાર ડોઝને બદલે એક લાખ ડોઝ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વાયરસના રસીકરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 10 શહેર મા હાલ 18 થી 44 વય જૂથના લોકો નું રશીકરણ થઈ રહ્યું છે.
જેના માટે રોજના ત્રીસ હજાર ડોઝ આપવામાં આવે છે જેને વધારે આવતીકાલે એટલે કે આજરોજ સોમવારે 24 મે થી એક અઠવાડિયાથી સુધી રોજના એક લાખ ડોઝ આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં 18 થી 44 વય ની ચોથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેના માટે નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાનો ના રોજ ના રસીકરણ માં હવે રોજના એક લાખ યુવાનોને આવરી લેવામાં આવશે.
આ નિર્ણયને પરિણામે એક અઠવાડીયામાં અંદાજે આઠ લાખ યુવાનો વાયરસની રસીકરણનો લાભ મળતા વાયરસ ની સામે વધુ ને વધુ યુવાનો અને રક્ષણ મળશે.
તેવી જાહેરાત CMO દ્વારા કરવામા આવી છે. ફંટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ.
હવે 18 થી 44 વય જૂથના લોકો નું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની વાત પ્રેસનોટમાં જાહેર કરાઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment