દેશની સેવા કરવાનું સપનું અધૂરું રહી ગયું..! મોબાઈલ પર વાત કરતી વખતે 18 વર્ષનો યુવક ચોથા માળેથી નીચે પડ્યો, યુવકનું કરુણ મૃત્યુ…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચોથા માળેથી પડી જવાના કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બની ત્યારે વિદ્યાર્થી મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. ત્યારે તે અચાનક ચોથા માળેથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ યુવરાજ હતું અને તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ ઘટના ઇંદોરના ભવરકુવા વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર યુવરાજ બિલ્ડીંગમાં ચોથા માળે ઉભો રહીને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેનું સંતુલન ખોવાઈ ગયું હતું અને તે ચોથા માળેથી નીચે પડી ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ યુવરાજને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં યુવરાજનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

મૃત્યુ પામેલો યુવરાજ નેવીની તૈયારી કરી રહ્યો હતો. નેવીમાં જોઈન્ટ થવાનું સપનું પૂરું થાય તે પહેલા યુવરાજ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. મળતી માહિતી અનુસાર યુવરાજ એપારમેન્ટમાં રૂમ નંબર 36માં ભાડે રહેતો હતો. મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે લગભગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ યુવરાજ ધાબા ઉપર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો.

આ દરમિયાન અચાનક યુવરાજનું સંતુલન બગડ્યું હતું અને તે નીચે પડી ગયો હતો. યુવરાજની ચીસો સાંભળીને બિલ્ડીંગના અન્ય લોકો બહાર નીકળી આવ્યા હતા. નીચે આવીને જોયો ત્યો યુવરાજ ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અહીં મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલો યુવરાજ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોઢું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર થોડાક મહિના પહેલા જ યુવરાજ ઈન્દોર આવ્યો હતો. તે અહીંની એક ખાનગી એકેડમીમાં અભ્યાસ કરતો હતો અને નેવીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

એટલું જ નહીં પરંતુ ગત વર્ષે મહેશ્વરમાં નર્મદા નદીમાં આંતરરાષ્ટ્રીય નૌકાવિહાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુવરાજને ગોલ્ડ મેડલ ને મળ્યું હતું. યુવરાજના મૃત્યુ બાદ પરિવારના લોકો તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પોતાના વતન મહેશ્વર લઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*