હાલમાં લગ્નની મોસમ શરૂ થવાની છે ત્યારે ખરેખર લોકો પોતાના ઘર આંગણે આ લગ્નના પ્રસંગની ધામધૂમતી ઉજવણી કરતા હોય છે અને યાદગાર પણ બનાવતા હોય છે ત્યારે આજે લોકો લગ્ન પ્રસંગમાં ખર્ચે છે ત્યારે આજે અમે પરિવાર વિશે જણાવીશું જેમને પોતાની લાડલી દીકરીના લગ્નમાં અલગ જ પ્રકારની કંકોત્રી છપાવી હતી
અને તે કંકોત્રી ખૂબ જ અમૂલ્ય છે.ઉપલેટામાં રહેતા અને સોના ચાંદીનો ધંધો કરતા સુનિલભાઈ ધોળકિયાએ દીકરીના લગ્નમાં ગાયના છાણમાંથી બનતા કાગળની કંકોત્રી છપાવી છે. મિત્રો આપને જણાવી દઈએ કે પર્યાવરણ પ્રેમી અને છેલ્લા 20 વર્ષથી ગૌ સેવા સાથે સુનિલભાઈ જોડાયેલા છે.
સુનિલભાઈના પરિવારમાં પત્ની સાધના બહેન અને બે પુત્રીઓ રાજવી અને ધ્રુવી અને પુત્ર કલ્પ છે અને તેઓએ કંઈક અલગ જ લગ્ન કરવાનું વિચાર્યું હતું.ધનવંતરી પરિવાર ટ્રસ્ટના મૂળભૂત સિદ્ધાંતો આરોગ્ય સ્વાવલંબન અને સજીવ ખેતી અને ગૌ સેવા છે.
તેમને કાગળના વીઝીટીંગ કાર્ડ જોયા હતા ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યું હતું ક્યાંક એવા કાગળ છે જેનો ઉપયોગ કર્યા બાદ તમે તેને જમીનમાં દાટી દેશો તો તેમાંથી છોડ ઉગશે.ધ્રુવિ ના લગ્નની આ કંકોત્રી થી ગાયનો મહિમા વધશે અને સાથે સાથે કંકોત્રીમાં જે કાગળનો ઉપયોગ થયો છે તેનાથી પર્યાવરણ પણ સારું થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment