ભારતમાં ફરી એકવાર કોરોનાવાયરસ ના બીજી કહેર જોવા મળી રહી છે. ગુરુવારે દેશમાં કોરોનાવાયરસ ના 53 હજારથી વધારે કેસો સામે આવ્યા હતા અને એવામાં દેશના ઘણા રાજ્યોમાં કોરોના કેસો ને લઈને ફરી રાફડો ફાટયો છે.
તેને જોતાં ઘણા રાજ્યોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર ના સૌથી વધારે કેસો જોવા મળી રહ્યા છે. જેને જોતા રાજ્યના ડેપ્યુટી સીએમ એ મોટું નિવેદન આપ્યું છે.
પુણેમાં પ્રેસ કોન્ફરન્સ કરતાં અજિત પવારે કહ્યું કે અમે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોની મોનિટર કરી રહ્યા છે અને 2 એપ્રિલ સુધી સ્થિતિને જોવામાં આવશે અને જો લોકો માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે.
તો સરકાર પાસે લોકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહીં.કોરોનાવાયરસ ના વધતા મામલાની વચ્ચે અજિત પવારે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે.
તેમને કહ્યું કે, મોલ,માર્કેટ,સિનેમા હોલ ને હજુ પણ 50 ટકાની સમતા ની સાથે કામ કરવું જોઈએ.કોઈ પણ લગ્નમાં 50 થી વધારે આવવા જોઈએ નહીં. તેમણે જાહેરાત કરી છે કે અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઈ શકશે.
જ્યારે હોસ્પિટલમાં ફરી એકવાર મળવા ના દર્દી માટે બેડ રિઝર્વ રાખવામાં આવી રહ્યા છે.રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે દરેક મેડિકલ સ્ટાફ અને અને અધિકારીઓની એ જ સૂચના છે કે જો કોરોના ના આંકડો વધે છે.
તો કડક લોકડાઉન લાગુ કરવાનું રહેશે.જેના પર શુક્રવારે નિર્ણય લેવામાં આવશે પણ જો સ્થિતિ બગડી તો એ પહેલા પણ લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment