કોરોનાવાયરસ ને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહી આ મહત્વની વાત, જાણો રાજ્ય સરકારને શું આપી સલાહ.

125

ગુજરાતમાં એક વર્ષ પહેલા ધોરણના જે ખરાબ સ્થિતિ હતી તે ફરીથી દેખાઈ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના છેલ્લા આંકડા મુજબ રાજ્યભરમાં કોરોના ના નવા 1961 કેસ સામે આવ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની સ્થિતિ ચિંતાજનક છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓની રેલીઓ અને સભાઓ ના કારણે કોરોના નું સંક્રમણ વધારે થયું છે ત્યારે આ બધાની વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રૂપાણી સરકારને મોટી વાત કઈ દીધી છે.

હાર્દિક પટેલે કહ્યું છે કે વિજય રૂપાણી સરકારે બધા પક્ષોની બેઠક બોલાવીને મહામારી સામે લડવાની વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ.

છેલ્લા પાંચ દિવસમાં રોજ 2000 નજીક કોરોના કેસોની સંખ્યા આવી રહી છે.હાર્દિક પટેલે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે ગુજરાત સરકારે સંયુક્ત બેઠક બોલાવી જોઈએ.

અને કોરોના મહામારી ની સામે લડવા રણનીતિ તૈયાર કરવી જોઈએ. આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ની સલામતી માટે રાજકીય મહત્વકાંક્ષા ભૂલીને બધા એક થવું જોઇએ.

અને લોકોને મહામારી થી કેવી રીતે બહાર કાઢી શકાય તેની રણનીતિ બનાવવી જોઈએ. હવે જોવું રહ્યુ કે હાર્દિક ની સલાહ પર ભાજપ સરકાર કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!