સુરત અને અમદાવાદ શહેરમા હોળી ધુળેટીના પર્વને લઇને પોલીસે કરી મોટી જાહેરાત, જાણો.

205

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે હોળીના તહેવારને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આ બાબતે માહિતી આપી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે.

કે તારીખ 28 અને 29 માર્ચે હોળી અને ધૂળેટીના તહેવાર ની ઉજવણી થવાની છે ત્યારે આ તહેવારની ઉજવણી કરવા માટે લોકો સોસાયટીની શેરી માં અને અન્ય સ્થળો તેમજ શહેરમાં એકત્ર ન થાય તેવી લોકોને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં લોકો પાસેથી અલગ-અલગ રીતે તહેવાર ના નામ પર પૈસા ઉઘરાવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રંગવાળું પાણી, કાદવ વ્યક્તિ પર ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે.

હોળીના કાર્યક્રમ દરમિયાન લોકો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જે લોકો હોળી દહન ના કાર્યક્રમમાં આવે છે તેમને સામાજિક અંતર અને માસ્ક ના નિયમોનું પાલન કરવાનું રહેશે.

અને આ ઉપરાંત ગુજરાતીમાં પ્રસંગ સાર્વજનિક અને જાહેરમાં યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હળીના કાર્યક્રમ દરમ્યાન તમામ લોકોએ રાત્રિના નવ વાગ્યા પહેલા એટલે કે કરફયુ પહેલા કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે.

જાહેરમાં સામૂહિક રીતે ધુળેટી નો કાર્યક્રમ ન યોજાય તે માટે ખાસ ભલામણ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન અમદાવાદમાં 12 DSP,15 ACP, 175 થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર અને.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સાડા પાંચ હજારથી વધારે પોલીસ કર્મીઓ અને 11 જેટલી SRP ની ટુકડીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ના જવાનો તથા RAF ની બે કંપની અમદાવાદમાં બંદોબસ્ત રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!