હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠાના ઇડર શહેર ના વેપારીઓ દ્વારા કોરોના નુ સંક્રમણ અટકાવવામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઇડર ના તમામ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરેલ છે.સાબરકાંઠાના ઇડર શહેરમાં તમામ વેપારીઓ એસોસિયેશનની બેઠક મળી હતી.
વાસણ, કાપડ મહાજન,સોની, ઓટો પાર્ટ્સ,બુટ ચંપલ એસોસિયન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. વેપારીઓ દ્વારા સ્વેચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ વાત એ છે, ઇડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક અઠવાડિયું તમામ દુકાનો બંધ રહેશે. ઇડરનું બજાર સપ્તાહ માટે સ્વયંભૂ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના નું સંક્રમણ વધતા સાબરકાંઠાના એક ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. હાથરોલ ગામમાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા.
એક અઠવાડિયા માટે લોકડાઉન નિર્ણય લેવામાં આવ્યો છે.આ ગામમાં અવરજવર અને દુકાનો બંધ કરી દેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment