ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાના સંચાલકો આટલા ટકા ફી માફ કરવા થયા તૈયાર,જાણો કોણે કર્યો દાવો

260

ગુજરાત રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકાર ની બેઠક થયા પછી આજરોજ વાલી મંડળો સાથે પણ બેઠક કરી પણ તેમાં કોઇ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હતો. મંગળવારના રોજ ફરી બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવશે. બુધવારે વિજય રૂપાણીએ કેબિનેટમાં ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.ગુજરાતી અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે .

ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડવા માટે તૈયાર થઈ ગયા છે. વિજય રૂપાણી સરકારે સંચાલક મંડળ સાથે અગાઉ બે વખત મિટિંગ કરીને 25 ટકા ફી ઘટાડવા ની દરખાસ્ત કરી હતી. સંચાલકો ન માનતા સરકારે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. હાઇકોર્ટ સરકારને પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો આદેશ કરાતા સરકારે ફરીથી સંચાલકો સાથે મિટિંગ ગોઠવી હતી.

રાજ્ય સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલાં લે તે ના ડર થી સ્કૂલના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડવા માટે માન્યા હતા એવો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે.

હવે આગામી સમયમાં રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત ની રાહ જોવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!