હે ભગવાન આ કેવા દિવસો જોવા પડે છે..! ગરબે રમતા રમતા એક યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતાનું પણ મૃત્યુ… એક જ દિવસે પિતા અને દીકરો દુનિયા છોડીને ચાલ્યા ગયા…

હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો રંગ જામ્યો છે અને નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં બે એવા બનાવ બન્યા છે જેમાં ગરબે રમતા-રમતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ત્યારે હાલમાં બનેલો તેવો જ એક બનાવો મહારાષ્ટ્ર થી સામે આવી રહ્યો છે.

આ ઘટનામાં પણ ગરબા રમતા રમતા એક યુવકનું મૃત્યુ થયું છે. યુવકના મૃત્યુ બાદ જે થયું એ સાંભળીને તમે પણ રડી પડશો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ ઘટના મુંબઈના પાલઘર વિહારમાં બની હતી. અહીં ગરબા રમતા રમતા 35 વર્ષીય મનીષભાઈ નરપજીબાઈ સોનગરા નામના યુવકનું મૃત્યુ થયું હતું.

મનીષભાઈ ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મનીષભાઈને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમના પિતા પણ તેમની સાથે હતા.

જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરે પિતાને દીકરાના મૃત્યુના સમાચાર આપ્યા ત્યારે પિતાને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને 66 વર્ષીય પિતા નરપજી સોનેગરા અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા. તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમનું પણ મૃત્યુ થયું છે.

મનીષભાઈના પિતાનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું. આમ એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ દિવસે પિતા અને દીકરાએ દુનિયાને અલવિદા કીધી છે. હાલમાં આ ઘટનાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં આવી બે ઘટના બની છે.

એક ઘટનામાં ગરબે રમતા પટેલ યુવાન અચાનક જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં એક રાજપૂત યુવક ગરબે રમતો રમતો અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*