લગ્નના 10 મહિના બાદ એક યુવતીએ વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, વીડિયોમાં યુવતીએ રડતા-રડતા કહ્યું કે…

Published on: 12:14 pm, Tue, 4 October 22

આપણે જાણીએ જ છીએ કે સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં તેવી જ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. વિસ્તૃતમાં વાત કરીએ તો દિલ્હીના ગોવિંદપુરની ઘટના છે. મળતી માહિતી અનુસાર 30 જાન્યુઆરી 2022 ના રોજ હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા અનુપમ ગુપ્તા નામના વ્યક્તિના લગ્ન અલીગઢની યુવતી આરતી સાથે થયા હતા.

લગ્ન બાદ દહેજ માટે અનુપમ ગુપ્તા આરતીને સતત હેરાન કરતો હતો. આ કારણોસર આરતી માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી તેને 25 સપ્ટેમ્બર ના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા તેને એક વિડીયો બનાવીને પોતાના સંબંધીને મોકલ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે વિડીયો અને મૃત્યુ પામેલી યુવતીના પિતાના નિવેદનના આધારે આરોપી પતિ અનુપમ ગુપ્તાની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના સંબંધીઓને સોંપી દીધું હતું.

આરતીએ મૃત્યુ પહેલાંનો જે વિડીયો બનાવ્યો હતો તે માટે રડતા રડતા કહી રહે છે કે, મારું જીવન ખરેખર સમાપ્ત થઈ ગયું છે, આ વ્યક્તિએ મને ઘરમાં એકલી છોડી દીધી છે અને મને દહેજ માટે ખૂબ જ પરેશાન કરે છે. મળતી માહિતી અનુસાર આરતી પોતાના મૃત્યુના એક દિવસ પહેલા એટલે કે 24 સપ્ટેમ્બર ના રોજ મોડી રાતે ગોવિંદપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી.

ત્યાં તેને એક લેડી કોન્સ્ટેબલને કહ્યું હતું, તેને તેના પતિએ ઘરમાં એકલી છોડી દીધી છે અને તેનો નંબર પણ બ્લોક કરી દીધો છે. આવી પરિસ્થિતિમાં આરતી પોતાના પતિ અનુપમને શોધવા માટે મહિલા કોન્સ્ટેબલ ની મદદ માગી હતી. જ્યારે મહિલા કોન્સ્ટેબલે આરતી ને લેખિત ફરિયાદ આપવાનું કહ્યું ત્યારે આરતીએ ના પાડી હતી. ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ આરતીને પોતાના ઘરે મોકલી દે છે અને આરતીને કીધું હતું કે કાંઈ તકલીફ હોય તો ફોન કરજો.

સમગ્ર ઘટનાને લઈને આરતીના સંબંધીઓએ જણાવ્યું કે, જ્યારે તેમને આરતી નો વિડીયો જોયો ત્યારબાદ તેમને આરતીના સાસરીયાઓને ફોન કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઈ ફોન ઉપાડતો હોતું નહીં. આવી પરિસ્થિતિમાં પિયર પક્ષના લોકો આરતીનો સંપર્ક કરે તે પહેલા તો આરતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 10 મહિના બાદ એક યુવતીએ વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, વીડિયોમાં યુવતીએ રડતા-રડતા કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*