ગુજરાત રાજ્યમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના સુસાઇડના મામલા પણ ખૂબ જ વધી ગયા છે. સતત આવી ઘટનાઓ વધતા બાળકોના વાલીઓ ખૂબ જ પરેશાન થઈ ગયા છે.
ત્યારે હાલમાં ગુજરાતના પાલીતાણામાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો તળાજા માંથી એક કોલેજે અને યુવતીનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે કોલેજન યુવતીનું મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યું છે.
આ ઘટના સુસાઇડની છે કે જીવ લેવાની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.વિગતવાર વાત કરીએ તો મૂળ તળાજા તાલુકાના ગોરખી ગામના રહેવાસી અને પાલીતાણા તાલુકાના વાળુકુડ ગામમાં આવેલ લોક વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતી કૃપાલી નામની દીકરીનું મૃતદેહ વહેલી સવારે હોસ્ટેલની ઉપર આવેલી પાણીની ટાંકીની અંદરથી મળી આવ્યું હોત.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી કૃપાલી ધોરણ સાત થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. હાલમાં તો તે ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૃપાલીએ પાણીની ટાંકીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.
કૃપાલીએ આ પગલું કયા કારણોસર ભર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલી દીકરીનું આખું નામ કૃપાલી ભટુરભાઈ ડોસાળીયા હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ દીકરીના મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ર્ટી.હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.
પોલીસને મૃત્યુ પામેલી કૃપાલી પાસેથી એક ડાયરી પણ મળી આવી છે. કૃપાલીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેનું સાચું કારણ શોધવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. દીકરીના મોતના કારણે પરિવારમાં માતમ છવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment