કેદારનાથ જતી વખતે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા 4 ગુજરાતીઓના મૃતદેહને અમદાવાદ લવાયા… 4 હસતા-ખેલતા પરિવાર વિખરાઈ ગયા…

Published on: 6:45 pm, Mon, 14 August 23

વરસાદને કારણે અત્યારે પહાડી વિસ્તારોમાં અનેક અકસ્માતો બનતા હોય છે. ઉત્તરાખંડમાં કેદારનાથ જતા ભૂસ્ખલનના કારણે દુર્ઘટનામાં અમદાવાદના ત્રણ સહિત ચાર યુવકોના મૃત્યુ થયા હતા. આજે સવારે ત્રણેય યુવકોના મૃતદેહ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતક મહેશ દેસાઈ અને કુશલ સુથારની આજે સવારે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જમાલપુર સ્મશાન ખાતે બંનેની અંતિમવિધિ કરવામાં આવી હતી, મૃતક મહેશ દેસાઈ જીગર મોદીના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.

જીગર મોદી અને મહેશ દેસાઈ

જીગર મોદી અને મહેશ દેસાઈ

પરંતુ બંને વચ્ચે શેઠ અને કર્મચારી કરતા મિત્રોનો સંબંધ વધારે હતો. 12 માંથી પાંચ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા પોતાની ગાડી લઈને જ ગયા હતા. હરિદ્વાર થી કેદારનાથ જતી વખતે પોતાની ગાડી તેઓએ નીચે હરિદ્વાર મૂકી દીધી હતી અને લોકલ ટેક્સી ભાડે કરી કેદારનાથ જવા નીકળ્યા ત્યારે આ દુર્ઘટના બની હતી. મહેશભાઈ દેસાઈ ના પરિવારજનો દિનેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મહેશભાઈ જીગરભાઈના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.

અંતિમયાત્રામાં પરિવારજનો અને સગા-સંબંધીઓ ઊમટ્યા.

છેલ્લા આઠ દસ વર્ષથી બંને ખૂબ સારા મિત્ર હતા, જીગરભાઈને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની બાધા હતી. જેમાંથી પાંચ જ્યોતિર્લિંગ ના દર્શન પૂર્ણ કર્યા હતા અને હવે તેઓ છઠ્ઠા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સોમવારે નીકળ્યા હતા. બુધવારે તેઓ હરિદ્વાર ખાતે પહોંચ્યા હતા ત્યાં વરસાદ ખૂબ જ હતો જેથી તેઓ બુધવાર ની જગ્યાએ ગુરુવારે જવાનું નક્કી કર્યું હતું. .

મૃતક દિવ્યેશભાઈની ફાઈલ તસવીર.

દિનેશભાઈ એ વધુમાં જણાવ્યું કે ગુરુવારે ત્યાં હોટલમાં જ પોતાની ગાડી મૂકી લોકલ ટેક્સી ભાડે કરીને તેઓ કેદારનાથ જવા માટે નીકળ્યા હતા. ત્યારે હરિદ્વાર થી 50 કિલોમીટર દૂર ફાટા પાસે આવી દુઃખદ ઘટના બની હતી. બંને વચ્ચે ખૂબ જ મિત્રતા અને લાગણી હતી, જીગરભાઈ ને કોઈપણ જગ્યાએ જવું હોય તો તેઓ મહેશભાઈ વગર જતા જ ન હતા. અન્ય પરિવારજન રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે મહેશભાઈનું દુઃખદ અવસાન થયું છે તેમની સાથે પરિવારજનો અને સમાજ પડખે ઉભો રહ્યો છે.

તેમના પરિવારમાં પિતાનું અવસાન થઈ ચૂક્યું છે, માતા, પત્ની અને દસ વર્ષનો બાળક અને બે ભાઈ છે. આજથી છ આઠ મહિના પહેલા જ મહેશભાઈના મોટાભાઈ વિષ્ણુભાઈ દેસાઈ નું હાર્ટ અટેક થી અવસાન થયું હતું. તેમનો પરિવારમાં મહેશભાઈ પર મોટાભાગે નિર્ભર હતો, પરિવારમાં છેલ્લા એક વર્ષમાં આવી દુઃખદ ઘટનાઓ બની ચુકી છે. રણછોડભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે અમારો સમાજ એકબીજાથી બંધાયેલો છે અને અમે પરિવારજનોને સમાજ ભેગો થઈ અને મદદ કરીશું. ધારાસભ્ય અમુલ ભટ્ટને પણ રજૂઆત કરતા તેઓએ મૃતદેહ લાવવાની સહાયતા કરી હતી.

ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે મદદ થાય તે કરે તો વધારે સારુ છે. સામાજિક રીતે સમાજના લોકો પણ તેમને મદદ કરશે પરંતુ સરકાર તરફથી જો મદદ મળે તો છોકરાનું ભવિષ્ય પણ વધુ સારું બની શકે. મૃતક જીગર મોદીનો મૃતદેહ પણ અમદાવાદમાં આવી ચૂક્યો છે, આજે સાંજે 4:30 વાગ્યે તેઓની અંતિમયાત્રા નીકળશે. ત્યારબાદ તેઓની અંતિમવિધિ કરવામાં આવશે, મિત્રો સાથે જ કેદારનાથ ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને ગુરુવારે આ ઘટનામાં તેઓના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કેદારનાથ જતી વખતે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા 4 ગુજરાતીઓના મૃતદેહને અમદાવાદ લવાયા… 4 હસતા-ખેલતા પરિવાર વિખરાઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*