દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં બસની રાહ જોઈ રહેલા લોકોને એક ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા.
જેમાંથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સાત લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના રતલામમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના રતલામથી અંદાજે 27 કિલોમીટર દૂર સાતરૂડા ચોક પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે રોડની સાઈડમાં ઉભેલા લોકોને અડફેટેમાં લીધા હતા.
અકસ્માતની ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 2 લોકોના પછીથી મોત થયા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી ટ્રક રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને સૌપ્રથમ ટક્કર લગાવે છે અને ત્યારબાદ ડિવાઈડર તરફ બસની રાહ જોઈને બેઠેલા લોકોને કચડી નાખે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના રવિવારના રોજ અંદાજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ચોક પાસે અમુક લોકો બસની રાહ જોઈને રસ્તાની સાઈડમાં બેઠા હતા. ત્યારે બે કાબૂ બનેલા ટ્રકે આ તમામ લોકોને કચડી નાખ્યા હતા તેમાંથી સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાયર ફાટવાના કારણે અચાનક જ ટ્રક બે કાબુ થઈ ગયો હતો. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
લાશોનો ઢગલો થઈ ગયો..! ઝડપી ટ્રકે રોડની સાઈડમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 7 લોકોના ઘટના સ્થળે મોત…જુઓ અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/lURheYGGjr
— GUJJU ROCKZ (@gujju_rockz) December 5, 2022
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે એક જ પરિવારના સાથે આઠ લોકો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કર્યા પછી તેઓ ચોકડી પર બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બે કાબુ બનેલા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. હાલમાં ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment