ગુજરાત રાજ્યના હાલના સમયમાં કોરોનાનો કહેર નહિવત જોવા મળી રહ્યો છે જ્યારે કોરોના ની બીજી લહેર ની વાત કરવામાં આવે તો તે ખૂબ જ ભયંકર રહી હતી.
જેને લોકોના મનમાં ભયનો માહોલ ઊભો કરી દીધો હતો. પરંતુ હવે કોરોના ની લહેર શાંત થતા લોકો ફરીથી કોરોના ને આમંત્રણ આપતા હોય તેમ દિવાળીની ખરીદી માં જોવા મળ્યા હતા.
જેને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.લાભપાંચમથી સુરતના દરેક એન્ટ્રી પોઈન્ટ પર રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.સુરતમાં કોવીડને કાબુમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બહારગામથી સુરત આવતા તમામ ના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.દિવાળી બાદ કોરોના નું સંક્રમણ વધવાની ભીતિ રહેલી છે. બીજી તરફ મહાનગરપાલિકાએ બહાર ફરવા જતા લોકોને RTPCR ટેસ્ટ કરવાની ભલામણ કરી છે.
નોંધનીય છે કે દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે લોકો દિવાળીની ખરીદી માં પડ્યા હતા. દિવાળી દરમિયાન લોકોના ચહેરા પર ભાગ્યે જ માસ્ક જોવા મળતું હતું. જેના કારણે કહી શકાય કે આ લોકો કોરોના ની લહેર ને જાહેર માં આમંત્રણ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment