અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા દૂધના ટેન્કરની પાછળ ઘૂસી ગઈ એક બેકાબૂ કાર, 2 મહિલાઓ સહિત 3 ના મૃત્યુ…

Published on: 4:13 pm, Thu, 4 November 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક અકસ્માતમાં તો આખા ને આખા પરિવારે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજરોજ સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં કુલ ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે દૂધ ના ટેન્કર ની પાછળ એક બેકાબૂ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેઓને સારવાર માટે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા લોકો નો પરિવાર અમદાવાદના ઘોડેસવાર આ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાત ગામથી લગભગ સાતેક કિલોમીટર દૂર દૂધના ટેન્કર પાછળ એક બેકાબૂ કાર ઘુસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર દૂધનું ટેન્કર રોડ પર ઊભું હતું તે સમયે વડોદરા તરફથી અમદાવાદ જઈ રહેલી એક બેકાબૂ કાર ઘરની પાછળ ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા તા ને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા દૂધના ટેન્કરની પાછળ ઘૂસી ગઈ એક બેકાબૂ કાર, 2 મહિલાઓ સહિત 3 ના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*