સુરતમાં વધતા જતા કોરોના ના કેસ ને લઈને સુરત મહાનગરપાલિકા હાલ ચિંતામાં છે. આવનારા સમયમાં સુરતની સ્થિતિ અમદાવાદ કરતાં પણ ખરાબ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા પૂરા જોશથી કાર્ય કરી રહી છે.
સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યાને કારણસર સુરત મહાનગરપાલિકા હાલમાં પાન માવા ના ગલ્લા બંધ કરાવેલ છે. આ ઉપરાંત અનેક ઉદ્યોગો પણ બંધ કરાવેલ છે. સુરતમાં મહાનગર પાલિકા એ 195 જેટલા હોટપોટ જાહેર કરવામાં આવેલ છે
સુરતમાં જાહેર કરેલા હોસપોટ વિસ્તારમાં મહાનગરપાલિકાએ જણાવેલ ગાઈડ લાઈન નુંફરજિયાત પણે પાલન કરવું પડશે. જો આ નિયમોનું અથવા ગાઈડ લાઈન નું પાલન કરવામાં નહીં આવે તો નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી થશે
હાલ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6 હજારથી પણ વધારે છે. કતારગામ ઝોનમાં હાલમાં સુરતમાં સૌથી વધારે કેસ 1500 થી પણ વધારે છે. ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના કારણે કોરોનાવાયરસ નું સર્કમણ વધતા થોડાક દિવસ માટે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાનો મનપાએ નિર્ણય લીધેલો છે.
Be the first to comment