ભારત ને સાથ આપવા માટે આ દેશે ચીનને ખુલ્લેઆમ આપી ધમકી…. જાણો વિગતવાર

Published on: 3:31 pm, Tue, 7 July 20

આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન વચ્ચે સરહદીય વિવાદના કારણે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ 15 જૂને ભારતીય અને ચીની સેના વચ્ચે લોહિયાળ જંગ થયો હતો. ભારત ને સાથ આપવા ના ઈશારે અમેરિકા ચીન ને ખુલ્લેઆમ ધમકી આપતા જણાવ્યું કે ચીન સાથે જોડાયેલ કોઈ પણ દેશ ની સરહદીય સીમા સુરક્ષિત નથી. આ ઉપરાંત વધારે જણાવતા કહ્યું હતું કે ચીની સેના બીજા દેશ ને હેરાન કરવાનું બંધ કરી દે અમારા સૈન્યની તાકાત બહુ વધારે છે.

સમગ્ર વિશ્વ જાણે છે કે અમેરિકાની શક્તિ વધારે મજબૂત છે આ જોતા અને ભારતીય સેનાના દબાણ ના કારણે ગલવાન ની ઘાટી ઉપર થી ચીની સૈનિકો પોતે પાછા ફરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ચીની સૈનિકોના વાહન ગાલ વન ઘાટી માંથી પાછા ફરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ચીનની કમાન્ડરે કહ્યું હતું કે ભારતીય સેના સામે વિવાદ બને એવા કોઈ કાર્ય અમે કરીશું નહીં. ૩૦ જૂને મળેલ કમાન્ડો ની બેઠકમાં પ્રથમ બે તબક્કાના થયેલા કરાર ઉપર બંને સેનાઓ કામ કરી રહી છે.