હાલમાં જ ગુજરાતે એક સપૂત ખોયો છે, ગુજરાતે એક વીર જવાન ખોયો છે તેવા દેશના અનેક જવાનો દેશ ની સેવા કરતા કરતા શહિદ થતા હોય છે .દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજ વણઝારીયા ગામ ના જવાને શહીદી વહોરી તિરંગા નું કફન ઓઢી લીધું છે.
25 વર્ષીય હરીશ પરમાર પૂંછમા આંતકીઓ સાથે અથડામણમાં શહીદ થતા દેશ સહિત ગુજરાતમાં શોકની લાગણી છવાઈ છે.હાલમાં જ બીજા એક એવા જ સેનાના જવાન દેશની સેવા કરતાં કરતાં શહીદ થયા છે અને તેમનું નામ યોગંબર સિંહ છે
અને તેમની ઉંમર 26 વર્ષ ની છે.તે મૂળ ચમોલીના છે અને તેમનું ગામ પૈત્રીક છે. તેઓ પુંછમાં ફરજ બજાવતા હતા અને તેઓ દેશની સેવા કરતા-કરતા ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેઓ નું દુઃખદ મૃત્યુ નીપજયું હતું.
તેમના શહીદી માં સમાચાર જેવા જ તેમના ઘરે પહોંચ્યા તો બધા જ પરિવારના લોકો માં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. રવિવારે તેમના પાર્થિવદેહને તેમના વતન એ લઈ જવામાં આવ્યો હતો.
જે વખતે તેમના પાર્થિવદેહને સેનાના વાહનમાં લવાયા તે વખતે તેમના પાર્થિવ દેહ પર આખા રસ્તામાં લોકોએ ઉભા રહી ને પુષ્પવર્ષા કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment