પટેલ સમાજનો કોઈ જવાન શહીદ થાય તો આ સંસ્થા પરિવારને આપશે આટલા લાખ રૂપિયાની સહાય

Published on: 11:15 am, Wed, 20 October 21

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા ને ઇન્ડો તિબેટ બોર્ડ ફોર્સ ની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી તથા બોડર થી ઊંઝામાં સ્વાગત કરાયું હતું. દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણી સંદર્ભે આઝાદી અમૃત મહોત્સવ હેઠળ આર્મી દ્વારા 75 સપ્તાહ સુધી અનેક વિસ્તારોમાં જઈને ઉજવણી કરાઇ રહી છે.

ઇન્ડો તિબેટ પોલીસ ફોર્મ ની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ચાઇના બોર્ડર થી કેવડીયા કોલોની સુધી 27000 કિલોમીટર ની યાત્રા કરવાની છે જેમાંથી 23000 કિલોમીટરનું અંતર કાપીને સાયકલયાત્રા ઊંઝા આવી પહોંચી હતી.

ચીન બોર્ડર થી લઈને ગોગરાસ લડાખ,હરિયાણા,પંજાબ, દિલ્હી,રાજસ્થાન,આબુ થઈને ઊંઝા આવેલ આર્મી સાયકલ રેલીનું ઊંઝા ઉમિયા માતા મંદિરે સ્વાગત કરાયું હતું.

આ અંતર્ગત આ સંસ્થાના માનનીય મંત્રી દિલીપ ભાઈએ જાહેરાત કરી હતી કે પાટીદાર સમાજમાંથી જે કોઈ પણ જવાન શહિદ થશે તેના પરિવારને એક લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સંદર્ભે આઝાદીની અમૃત મહોત્સવ હેઠળ આર્મી દ્વારા અઠવાડિયા સુધી અનેક વિસ્તારોમાં જઈને ઉજવણી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!