જો તમે ભાડાનું મકાન શોધી રહ્યા હોય તો સરકારની યોજનાથી તમને મળશે મોટી મદદ. કેન્દ્રની મોદી સરકારની અફોડબ્લે રેન્ટલ હાઉસિંગ સ્કીમમાં અનેક પ્રકારની છૂટછાટ મળશે.બુધવારના રોજ ગુરુ અને શહેરી બાબતોના મંત્રાલય સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને પોસાય તેવા ઘર પુરા પાડવાની દિશામાં અફોડબ્લે રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ નામની નવી વેબસાઈટ શરૂ કરી છે. શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પૂરી એ જણાવ્યું કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા અને ખાલી મકાનો આ યોજના માટે ઉપયોગમાં લેવાશે અને જાહેર તથા ખાનગી એકમોને તેમની ખાલી પડેલી જમીન પર સસ્તા ભાડા પર મકાનો બાંધવામાટે સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
સરકાર યોજના માટે વિશેષ વેબસાઈટ શરૂ કરી છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓને ભાગ લેવા માટે EOI તારી કરવામાં આવી છે.અફોડબ્લે રેન્ટલ હાઉસિંગ મોટા સ્તરે બનાવવામાં આવશે અને આ યોજનામાં મોટા શહેરો અને ઝૂંપડપટ્ટી અને ગેરકાયદેસર બાંધકામો થી મુક્ત કરવા કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.અફોડબ્લે રેન્ટલ હાઉસિંગ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ પણ લઇ શકશે અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડ કરાયેલા.
આઅફોડબ્લે રેન્ટલ હાઉસિંગ યોજના હેઠળ માસિક 1 થી 3 હજાર રૂપિયા પર વિવિધ કેટેગરી માટે ઘર આપવામાં આવશે.પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત શરૂ કરાયેલ અફોડબ્લે રેન્ટલ હાઉસિંગ યોજના શહેરી સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને આદરણીય અને પોસાય તેવાં મકાનો પ્રદાન કરવામાં આવશે.
આ યોજનાથી ઉદ્યોગિક અને બાંધકામ કામદારો, માર્કેટ એસોસિયન નો, શાળાકીય અને આરોગ્ય સંસ્થાઓ, લાંબાગાળાના પ્રવાસી લોકો અને વિદ્યાર્થીઓ સાથે કામ કરતાં સ્થળાંતરીઓને પણ લાભ મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment