મમતા બેનર્જી સરકારના આ ચાર દિગ્ગજ નેતાઓની સીબીઆઈએ કરી ધરપકડ.

નારદા સ્ટિંગ કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સોમવારે સવારે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ નેતાઓ સમેત ચાર લોકોની ધરપકડ કરી છે અને આમા બે મંત્રીઓ પણ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી સિવાય ટીએમસી ના ધારાસભ્ય મદન મિત્ર અને ભાજપમાં જોડાઈ ગયેલા.

પૂર્વ TMC નેતા શોભન દેબ ની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામને એમના ઘરેથી નિઝામ પેલેસ સ્થિત સીબીઆઈ એ ઓફિસ લઇ જવામાં આવ્યા અને ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી.

આ નેતા માં બે મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી અને પૂર્વ મંત્રી હવે ભાજપ નેતા શોભન ચેટરજી અને એક TMC ધારાસભ્ય મદન પણ સામેલ છે.

આ ધરપકડને પગલે મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યપાલ જગદીપ ધનખડે તાજેતરમાં જ સીબીઆઈ નેતાઓ સામે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપી હતી.

નેતાઓની ધરપકડ ની માહિતી મળતા મુખ્યમંત્રી મમતા બેનર્જી સીબીઆઇ ઓફિસે પહોંચ્યા હતા. સત્તાધારી પક્ષના ધરપકડ ગેરકાયદેસર ગણાવી છે અને પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે કોઈ નોટિસ વગર નેતાઓની ધરપકડ એ ગેરકાયદેસર છે.

આ મામલામાં આરોપી ભાજપ નેતા મુકુલ રોય અને શુભેન્દુ અધિકારીની ધરપકડ કેમ નથી કરવામાં આવી? વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનરજીએ પણ ધરપકડ ગેરકાયદેસર જણાવી છે.

અને કહ્યું કે એમની આ બાબતે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. વિમાન બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલને આ નેતાઓની ધરપકડની પરવાનગી આપવાનો અધિકાર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*