તૌકતે વાવાઝોડું 8:00 વાગ્યાની બદલે 6:00 વાગ્યે જાણો સૌથી પહેલા કયા ટકરાશે ?

Published on: 5:21 pm, Mon, 17 May 21

ગુજરાતના દરિયાકાંઠા તરફ તૌકતે વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યુ છે. સાંજે છ વાગ્યાની આસપાસ વાવાઝોડું દીવ નજીક ટકરાઈ શકે તેવી સંભાવના છે. ત્યારબાદ મહુવા થી પોરબંદર ની વચ્ચે લેન્ડ થશે. ભાવનગરના મહુવા થી પોરબંદર વચ્ચે વાવાઝોડું લેન્ડ કરશે.

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. દરિયામાં બે મીટર ઊંચા મોજા ઉછળી શકે છે એટલે કે વાવાઝોડાની અસર વધારે જોવા મળશે.

અને આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ માં પણ વાવાઝોડાની અસર દેખાશે અને અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ,બનાસકાંઠા,અરવલ્લી માં વરસાદ પડવાની આગાહી છે.

આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે.તૌકતે વાવાઝોડા ને તીવ્રતા જોતા ગ્રેટ ડેન્જર સિગ્નલ જાહેર કરાયું છે.

વાવાઝોડા ની ગંભીરતાને જોતા રાજ્યભરમાંથી દોઢ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 174 આઇસીયુ ઓન વ્હીલ તેનાત કરાય છે.

રાજ્યમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં NDRF ની 44 ટીમો બચાવકાર્ય માટે તૈયાર છે અને આ ઉપરાંત દીવમાં પણ NDRF ની 2 ટીમો બચાવ કાર્યમાં જોડાશે.

તૌકતે વાવાઝોડાને લઈને PGVCL નું તંત્ર પણ એલર્ટ મોડ પર છે જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે પાવર સપ્લાય સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તૌકતે વાવાઝોડું 8:00 વાગ્યાની બદલે 6:00 વાગ્યે જાણો સૌથી પહેલા કયા ટકરાશે ?"

Leave a comment

Your email address will not be published.


*