સુરતમા ઠેર ઠેર લાગ્યા આવા પોસ્ટરો, ‘વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરી ની જેમ માલ કાઢીને વેચે છે’.

સુરતમાં અલગ અલગ બેનર રાખીને દુકાનદારોએ વિરોધ શરૂ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વેપારી ચોર નથી સાહેબ તે પોતાની દુકાનમાંથી ચોરી ની જેમ માલ કાઢીને વેચે છે.ભૂખ,દેવું, હપ્તા, જવાબદારી, વ્યાજ, બિલ,ટેકસ, પગાર અને બિમારીની બીક ઉપરાંત ઘરખર્ચ એમને એમ કરવા માટે મજબૂર કરે છે.

આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિત કડક નિયંત્રણો આમાં છે જેને લઇને અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

સુરતમાં અલગ અલગ બેનર રાખીને દુકાનદારોએ વિરોધ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે. આ ઉપરાંત બેનર માં અમને અમારી હાલત પર છોડી દો અમારે આત્મ નિર્ભર બનવું છે તેમ પણ લખ્યું હતું.

મીની લોકડાઉન ને કારણે એક મહિના જેટલા સમયથી દુકાનો બંધ છે ક્યારે વેપારીઓની હાલત કફોડી બનતાં તેમને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને સરકારી દુકાન ખોલવા માટે પરમીશન આપે તેવી માંગ કરી હતી.

રાજ્યમાં વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલ કરફ્યુની સમયમર્યાદામાં વધારો થઇ શકે છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર હજુ સાત દિવસ કર્ફ્યું લંબાવી શકે છે.

એટલે કે સરકાર 25 મે સુધી કરફયુ લંબાવવાની વિચારણા કરી શકે છે. બીજી તરફ કરફ્યુ હટાવવા માટે 5 જિલ્લાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે સરકાર સાંજ સુધીમાં કરફ્યુ અંગે કોર કમિટીની બેઠક બાદ નિર્ણય લઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અન્ય શહેરોમાં લાગેલા આંશિક લોકડાઉન ના કારણે નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ છે. એવામાં સરકાર નાના વેપારીઓને ધંધો-રોજગાર કરવાની છૂટ આપી શકે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*