ગામડાઓમાં માર્કેટિંગ કરવા જઈ રહેલા વેપારીની કારને ટ્રેલરે લગાવી જબરદસ્ત ટક્કર, વેપારીનું કરુણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વેપારીની કારને એક ટ્રેલરે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચલાવતા વેપારીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં સિમેન્ટથી ભરેલું ટ્રેલર પણ પલટી ખાઈ ગયું હતું. ઘટના બનતા આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના બાડમેર-જોધપુર હાઇવે ઉપર ઉતરાઈ નજીક બની હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંબંધીઓના રિપોર્ટના આધારે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય વેપારી વિરધારામ નામના વેપારીનું મૃત્યુ નીપજ્યું છે.

બાડમેર જોધપુર હાઇવે પર તેમની કારને સિમેન્ટથી ભરેલા ટ્રેલરે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં કારનો એક બાજુનો સંપૂર્ણ ભાગ કચડાઈ ગયો હતો. ટક્કર બાદ સિમેન્ટથી ભરેલું ટ્રેલર પણ પલટી ખાઈ ગયું હતું.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે વેપારીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની માહિતી મળતા મૃતકના સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર અને ટ્રેલર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીનું મૃત્યુ થતા પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે પરિવારજનોના રિપોર્ટના આધારે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*