અરે ભાઈ સાવ આમ ન હોય..! તૂટલી છત સાથે બસના ડ્રાઈવર રસ્તા ઉપર બસ ચલાવી, પછી તો વીડિયો વાયરલ થતા જ બસના ડ્રાઇવરને… જુઓ વિડિયો

Published on: 6:07 pm, Fri, 28 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૃદય ધ્રુજી ઉઠે છે. આવો જ એક વિડીયો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. મહારાષ્ટ્રની બેદરકારી નો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની એક બસ રસ્તા પર તુટેલી છત સાથે રસ્તા પર દોડતી જોવા મળી રહી છે.

આ વિડીયો સામે આવ્યા બાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. એમએસઆરટીસી ના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ જણાવ્યું હતું કે બસ ગડચિરોલી જિલ્લાના આહેરી ડેપોની છે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેમણે એમ પણ કહ્યું હતું કે સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગડચિરોલીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એક અધિકારીને બસની નબળી જાળવણી માટે જવાબદાર હોવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ગડચિરોલી આહેરી રોડ પર ચાલી રહી હતી, તેમણે કહ્યું કે વાહનની આખી છત બહાર આવી નથી. પરંતુ બસ હાઈવે પર હતી ત્યારે ડ્રાઇવરની કેબિનની ઉપરનો બહારનો ફાઇબર નો ભાગ તૂટીને હવામાં લટકતો હતો.

તેમણે વધુ માહિતી આપી હતી કે મુસાફરોની કેબીનની ઉપર એલ્યુમિનિયમની છતનો બાહ્ય ભાગ અને આખી બસની છત નું આંતરિક પડ સંપૂર્ણ સ્થિતિમાં હતું. બસના ક્રુ અને મુસાફરોને તૂટેલી છત વિશે જાણ ન હતી, રસ્તામાં લોકોએ ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી. આ દરમિયાન કોઈએ રસ્તા પર ચાલતો વાયરલ વિડીયો બનાવી લીધો જે સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહ્યો છે.

એમએસઆરટીસી ના વડા મથકે તમામ ૨૫૦ ડેપોને પણ સૂચના આપી છે કે જો કોઈ બસમાં કોઈ ટેકનીકલ ખામી હોય અથવા તો તેને કોઈ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોય તો તેને બસને બહાર લઈ જવી નહીં. તાત્કાલિક સમારકામની જરૂર હોય તો તેને ડેપોની બહાર ન લઈ જવી. આવી બસોમાં કોઈ પણ મુસાફરોને બેસાડવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે ભાઈ સાવ આમ ન હોય..! તૂટલી છત સાથે બસના ડ્રાઈવર રસ્તા ઉપર બસ ચલાવી, પછી તો વીડિયો વાયરલ થતા જ બસના ડ્રાઇવરને… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*