ભાઈ અને બહેન ના સબંધને ખૂબ જ પ્રેમભર્યો હોય છે. ભાઈ અને બહેન કોઈપણ સમયે એકબીજા સાથે લડતા પણ હોય છે અને એકબીજાને પ્રેમ પણ એટલો જ કરતા હોય છે. જ્યારે બહેન પરણીને સાસરે જાય ત્યારે સૌથી વધુ પિતા અને ભાઈ જ રડતા હોય છે. હાલમાં વિદેશનો ટ્રેન્ડ છે. જે બહેનનો ભાઈ વિદેશમાં હોય અને તે બહેનના લગ્નમાં આવી ન શકે તો સૌથી વધુ બહેનને દુઃખ હોય છે.બહેનને લગ્નમાં પોતાના ભાઈની સૌથી વધારે યાદ આવતી હોય છે.
પોતાની લાડલી બહેન નો ભાઈ જીતેન્દ્ર છેલ્લા થોડાક વર્ષથી કેનેડામાં રહે છે. છેલ્લા પાંચ વર્ષથી તે કેનેડામાં છે ત્યારથી તે પોતાના વતન એક વખત પણ આવ્યો નથી.આખરે તેને કેનેડા ગયા હોવાના પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જીતેન્દ્ર ની બહેન ના લગ્ન નક્કી કરવામાં આવ્યા ત્યારે જીતેન્દ્ર ની બહેને ફોન પર આ વાત જણાવી અને ભારત આવવાનું કહ્યું.
તેની બહેને કહ્યું ત્યારે લગ્નમાં આવવું જ પડશે,જીતેન્દ્ર એ નક્કી કર્યું કે હું અત્યારે નહીં કહું કે હું આવવાનો છું એટલે કે તે સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો. તેને પોતાની બહેનને કહ્યુ કે હું તારા લગ્નમાં નહીં આવી શકું. એટલે બહેનને તેની સાથે વાત કરવાની બંધ પણ કરી દીધી.
બહેન પોતાના લગ્નમાં ભાઇને ખૂબ જ યાદ કરતી હતી અને રડી રહી હતી.અચાનક તેના ઘરની બહાર એક ગાડી આવીને ઉભી રહી અને તેમાંથી તેનો ભાઈ બહાર નીકળ્યો. આ દ્રશ્ય જોઇને બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ અને પોતાના ભાઈને ભેટીને રડવા લાગી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment