હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો હતો. ચોમાસાની ઋતુમાં વધારે પડતો વરસાદ પડવાના કારણે ઘણાખરા લપસવાના કે અન્ય બનાવો બનતા હોય છે. હાલમાં રાજસ્થાનના અલવર માં એક દુઃખદ બનાવ બન્યો છે. અલવર જિલ્લાના રૈની વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ બન્યો હતો.
50 થી 55 વર્ષીય વ્યક્તિનું નામ મોહનલાલ છે. તેઓ રાજસ્થાન ના તાહતાડા ગામના છે. હાલમાં તેઓ વહેલી સવારે મંદિરમાં જતા હતા અને એ વખતે સવારે તેમના પગમાં એક વીજવાયર આવી ગયો હતો. તેમને કરંટ લાગ્યો હતો અને કરંટ લાગવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ સવાર પડ્યા બાદ ગામ લોકોએ તેમની આંખે મોહનલાલને જોયા તો ગામલોકો ઘડીક ચોકી ગયા હતા.
તરત જ ગામ લોકોએ પોલીસને જાણકારી આપી હતી અને ત્યારબાદ પરિવારના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને જોઇને ખુબ જ રડી રહ્યા હતા. આ ગામમાં સવારના સમયે આ વીજ વાયર રસ્તાની વચ્ચે તૂટી પડયો હતો અને તેમનાથી મોહનલાલ ને કરંટ લાગ્યો અને તેમનું મૃત્યુ થયું હતું. ગામના લોકોમાં શોકનું વાતાવરણ બની ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!