પિતાએ ખેતી કરીને પોતાની દીકરીને ભણાવી તો દીકરીએ ડોક્ટર બનીને આખા દેશમાં પિતાનું નામ રોશન કર્યું.

65

આપણા દેશમાં ઘણાં બાળકો એવા હોય છે કે જેઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સખત મહેનત કરીને તેઓ સફળતા મેળવતા હોય છે. તેઓજ એક કિસ્સો બિહારના ગોપાલગંજ જિલ્લાના ભોરા બ્લોકમાં બંકતામાં રહેતી મંજુ સાથે થયો હતો.મંજુ એક ગરીબ પરિવારમાં રહેતી હતી. મંજુના દાદા બુટપોલીસ કરીને કામ કરતા હતા.

તેના પિતા ગ્રેજ્યુએટ હતા પણ નોકરી મળી ન હતી એટલે પરિવારની સંભાળ રાખવા માટે ખેતીનું કામ કરતા હતા. મંજુની માતા ભણેલી હતી એટલે એ ઈચ્છતી હતી કે મંજુ ભણીને તેની જીવનમાં સફળતા મેળવે. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેની મહેનત કરીને અભ્યાસ પૂરો કર્યો હતો.

મંજુ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી એટલે મંજુ ભણવા માટે દસમા ધોરણ પછી પટના ગઈ હતી.ત્યાં જઈને તેને ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.મંજુને મેડિકલ ના ચોપડા લાવવાના પૈસા નહોતા તો પણ પટણા ના બાળકોને ટ્યુશન આપીને તેને ખર્ચો પૂરો કરતી હતી. આ રીતે મંજુએ તેના જીવનમાં આગળ વધવા માટે ઘણાં સંઘર્ષો કર્યા હતા.

મંજૂએ નાલંદા મેડિકલ કોલેજમાંથી તેનું એમબીબીએસ પૂરું કર્યું હતું અને બિહારની પ્રથમ નંબરની મેડિકલ કોલેજ માં મંજુએ સફળ થઈને સ્થાન મેળવ્યું હતું આથી મંજુએ ડોકટર બનીને સમાજમાં નામ રોશન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!