હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નમંડપમાં દુલ્હનનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. જ્યારે લગ્નમાં વરમાળા પહેરાવાનો સમય આવે છે. ત્યારે અચાનક જ દુલ્હનનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના શુક્રવારના રોજ બની હતી. જ્યારે વરમાળા પહેરાવાનો સમય આવ્યો ત્યારે અચાનક જ દુલ્હન સ્ટેજ પર ઢાળી પડી હતી.
આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ દુલ્હનને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે દુલ્હનને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના યુપીમાં લખનઉમાં બની હતી. મૃત્યુ પામેલી દુલ્હનનું નામ શિવાંગી છે.
શુક્રવારના રોજ શિવાંગીના લગ્ન હતા દીકરીના લગ્ન હોવાના કારણે પરિવારમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો. મોડી રાત્રે ઘરે જાન આવી હતી. ત્યાર પછી ધાર્મિક વિધિઓ પ્રમાણે લગ્ન શરૂ થયા હતા. વરમાળા પહેરાવવાનો સમય આવ્યો ત્યારે સ્ટેજ પર શિવાંગીની અચાનક જ ઢળી પડી હતી.
ત્યારબાદ શિવાંગીના પરિવારના લોકોને લગ્નમાં હાજર મહેમાન ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 15-20 દિવસ પહેલા શિવાંગીની તબિયત ખરાબ હતી. તેને તાવ આવતો હતો અને તે ડોક્ટરને બતાવવા પણ આવી હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે શિવાંગીનું બ્લડ પ્રેશર લો છે. લગ્નના દિવસે અચાનક જ શિવાંગીની તબિયત બગડી ગઈ હતી. બ્લડ પ્રેશર ઓછું થઈ જતા તેને સીએચસીમાં લઈ જવામાં આવી હતી.
દવા આપ્યા બાદ તે ઘરે આવી ગઈ હતી અને તેનું બીપી પણ નોર્મલ થઈ ગયું હતું. પરંતુ જ્યારે રાત્રે વરમાળા પહેરાવવાનો સમય આવ્યો ત્યારે અચાનક જ શિવાંગીનું મૃત્યુ થયું હતું. દીકરીની ડોલી ઉઠે તે પહેલા અર્થે ઉઠતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો ચોધાર આસુએ રડી પડ્યા હતા.
શનિવારના રોજ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પરિવારે આ ઘટના વિશે પોલીસને જાણ કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે શિવાંગીનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment