માત્ર 5 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો અને ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો….બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર…ઘટના સાંભળીને રુવાટા બેઠા થઈ જશે…

Published on: 2:32 pm, Sun, 4 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માસુમ બાળકી સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. માસુમ બાળકીનો તડપી તડપીને જીવ લેવામાં આવ્યો છે. સૌપ્રથમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને શરીરના અન્ય ભાગ પર ઈજાના નિશાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌપ્રથમ માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો. પોલીસને હજુ સુધી કોઈ પણ પ્રકારનો સુરાગ મળ્યો નથી.

પોલીસે અત્યાર સુધીમાં 15 જેટલા શંકાસ્પદ લોકોને પૂછપરછ કરી છે. આ કાળજુ કંપાવી દેનારી અને શરમજનક ઘટના ગાઝિયાબાદમાં બની હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ એક મજૂરની પાંચ વર્ષની દીકરી અચાનક જ ગુમ થઈ ગઈ હતી.

ત્યારબાદ પરિવારના લોકોએ દીકરીની શોધ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારે શુક્રવારના રોજ બપોરે એટલે કે 22 કલાક પછી લગભગ બાર વાગ્યાની આસપાસ પાંચ વર્ષની માસુમ દીકરીનું મૃતદેહ ઘરથી 150 મીટર દૂર મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

માસુમ દીકરીના ગળા પર દોરડા ના નિશાન હતા. પોલીસે માસુમ દિકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારે ખબર પડી કે માસુમ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર ઇજાઓ પહોંચી છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે સૌપ્રથમ પાંચ વર્ષની માસુમ બાળકીને હવસ નો શિકાર બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો.

તેમ છતાં પણ ફોરેન્સિક ની તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પરિવારના લોકોની માંગ છે કે આરોપીને ફાંસી થવી જોઈએ. હજુ સુધી આ ઘટનામાં પોલીસને કોઈ પણ પ્રકારનો સુરાગ મળ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો