વડોદરાના જાણીતા ડોક્ટરનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:32 am, Sun, 19 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીમાં હોસ્પિટલ ચલાવતા એક જાણીતા ડોક્ટરનું મૃતદેહ તેમના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ અંકિત દેસાઇ હતું.

તેમના પત્ની પણ ડોક્ટર છે. બંને પારડીમાં હોસ્પિટલ ચલાવતા છે. મળતી માહિતી અનુસાર ડોક્ટરના માતા પિતા રાજસ્થાન ગયા હતા આવા સમયમાં અગમ્ય કારણોસર ડોક્ટરનો મૃતદેહ તેમના જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ડોક્ટર અંકિત દેસાઇ પારડી શહેરના મધ્યમાં નેત્રદત્ત નામની હોસ્પિટલ ચલાવતા હતા. તેમના જ ઘરમાં તેમનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ડોક્ટર અંકિત દેસાઈનો મૃતદેહ પડધો લગાવવાની પાઇપ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ડોક્ટર અંકિત દેસાઇ અને તેમના પત્ની રાત્રે સૂઈ ગયા હતા. ત્યારે અચાનક જ મોડી રાત્રે ડોક્ટર અંકિત દેસાઇ રૂમમાં જોવા ન મળ્યા હતા, તેથી તેમની પત્નીએ રૂમની તપાસ શરૂ કરી હતી. ત્યારે રૂમમાં પડદો લગાવવાના પાઇપ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ત્યારબાદ તેમની પત્નીએ આ ઘટનાની જાણ અન્ય પરિવારના લોકોને કરી હતી. તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ડોક્ટર અંકિત દેસાઈના મૃતદેહને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કયા કારણોસર ડોક્ટર અંકિત દેસાઈનું મૃત્યુ થયું છે, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડોક્ટર અંકિત દેસાઈના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરાના જાણીતા ડોક્ટરનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*