સુરતમાં 13 દિવસથી ગુમ થઈ ગયેલા વ્યક્તિનું મૃતદેહ મળ્યો પાણીની ટાંકીમાંથી…

Published on: 6:27 pm, Sat, 18 September 21

કોરોનાની મહામારી બાદ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. કોરોનાની મહામારી ના કારણે લોકોના ધંધા ભાગી ગયા છે તે માટે લોકો આર્થિક રીતે પરેશાન થઈ ગયા છે તેના કારણે રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે.

ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં એક યુવાનનો મૃતદેહ પાણીની ટાંકી માંથી મળી આવ્યું છે.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પાણીની ટાંકીમાંથી ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે યુવાને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા રાજુભાઈ બોઘાણી 5 સપ્ટેમ્બરના રોજ ગુમ થઈ ગયા હતા. જેને લઇને રાજુભાઇના પરિવારે પોલીસને પણ જાણ કરી હતી. રાજુભાઈનું પરિવાર અને પોલીસ રાજુભાઈને છેલ્લા 13 દિવસથી શોધી રહ્યા હતા.

ત્યારે આજરોજ વહેલી સવારે પાણીની ટાંકી માંથી દુર્ગંધ આવવાના કારણે પરિવારે છત પર જઈને પાણીની ટાંકી ચેક કરી ત્યારે તેમને ત્યાં રાજુભાઈનું મૃતદેહ મળી આવ્યું. પાણીની ટાંકીમાં મૃતદેહને જોઈને પરિવારે આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી દીધી હતી.

ઘટનાની જાણ થતાં આજુબાજુના રહેતા પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. પાણીની ટાંકી નું ઢાંકણું નાનુ હોવાના કારણે મૃતદેહ બહાર આવી શકે તેમ ન હતું તે માટે પાણીની ટાંકીને કાપીને જહમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું.

ત્યાર બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા રાજુભાઈની મઠી ગામની બજારમાં રાજ ઈલેક્ટ્રીક નામની મોબાઇલ રીપેરીંગ ની દુકાન હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!