તિરંગામાં લપેટાઈને આવેલા શહીદ જવાન ને જોઈને તેની પત્ની બોલી એવું કે, સાંભળીને તમારી આંખો પણ થઈ જશે ભીની

82

આપણા દેશના જવાનો શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી,રણ હોય કે પહાડ આપણી બધા ની રક્ષા માટે આ વીર જવાનો દિવસ રાત ખડે પગે રહે છે અને આપણા દેશની રક્ષા કરે છે. આવા સંજોગોમાં ઘણી વખત અણધારી આફત આવી જતી હોય છે.અને જવાન શહીદ થતા હોય છે તો ક્યારેક દુશ્મન ની ગોળી નો સામનો કરવો પડતો હોય છે.

જમ્મુ કશ્મીર ના શોપિયાંમાં શહીદ થયેલ મેરઠના મેજર મયંક વિશોઈના રવિવારે સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જવાનને તિરંગામાં લપેટાઈને હિંડન એરફોર્સ સ્ટેશનથી રોડ મારફતે તેમના નિવાસસ્થાન કાંકરખેડામાં શિવલોકપુરી પહોંચ્યા હતા જ્યાંથી તેમની અંતિમયાત્રા સૂરજકુંડ પહોંચી હતી.

આ જવાન ના પાર્થિવ દેહને તેમના પિતા વીરેન્દ્ર એ મુખાગ્નિ કરી. આ દરમિયાન શહેરની પત્ની સ્વાતિ, જવાન ની માતા આશા અને બંને બહેનો હાજર હતા. ત્યાં સૌથી ખરાબ હાલત તેની પત્ની સ્વાતિ ની હતી.

રડતી વખતે તેમની આંખો સુકાઈ ગઈ હતી અને તે ગુમસુમ ઉભી હતી અને તેના સહિત પતિને જોતી અને રડતી. સૈન્ય અધિકારીઓએ સ્વાતિને ત્યાંથી દૂર કર્યા પછી સ્વાતિએ મયંકને સલામ કરી અને આઇ લવ યુ કહીને નીકળી ગઈ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટર પર દુખ વ્યકત કર્યું અને પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી.

તેમના જિલ્લાનું એક રસ્તા નું નામ શહીદ મેજર મયંક ના નામ પર રાખવાની વાત કરી હતી. અગાઉ શહીદના અંતિમ દર્શન માટે ભેગી થયેલી ભીડમાંથી આજે સાંજે પાંચ વાગ્યે અંતિમ યાત્રા નીકળી હતી. રાજ્ય સરકાર વતી મંત્રી કપિલદેવ અગ્રવાલ અને સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ તેમાં હાજરી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!