થરાદ તાલુકાના આજાવાડા ગામની સીમના પાસેથી પસાર થતી નર્મદા શહેરમાં શનિવાર ના રોજ સવારે બે મૃતદેહ તરતો જતો હોવાનું આજુબાજુના ખેડૂતોના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા એકઠા થયેલા લોકોએ લાકડા વડે કિનારે બંને મૃતદેહોને કિનારે લાવવામાં આવ્યા હતા.
બન્ને મૃતદેહો એમાંથી એક મૃતદેહ યુવક અને એક મૃતદેહ યુવતીની હતું. બંને મૃતદેહના હાથ એકબીજા સાથે દોરી વડે બાંધેલા હતા. યુવક અને યુવતીની ઓળખ કરવા માટે બંને ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક કેનાલ પર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા થરાદ તાલુકાના ભાપી ગામની સીમમાંથી એક બાઈક મળી આવી હતી. જે ગામના એક શિક્ષકનું હતું પરંતુ તેને ગામનો આશરે 18 વર્ષનો યુવક મુકેશભાઇ પદ્માજી નાઈ લઈ ગયો હતો.
ત્યારે બીજી બાજુ નવા બેન પ્રજાપતિ નામની 19 વર્ષની યુવતી પણ ગુમ થઇ ગઇ હતી. ત્યારે પરિવારજનો એવું વિચાર્યું હતું કે પરિવારને ગુમરાહ કરવા માટે મોટરસાયકલ અને ચંપલ કિનારે મૂકીને બંને ભાગી ગયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે થોડાક નગરપાલિકાના તરવૈયાઓએ 10 કલાક સુધી શહેરમાં શોધખોળ કરી હતી.
પરંતુ તેમને નહેરમાંથી કાંઈ મળ્યું ન હતું. ખરેખરમાં બંને પ્રેમી પંખીડાઓએ કેનાલમાં ઝંપલાવી ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જ્યારે બંનેના મૃતદેહ મળી આવ્યા ત્યારે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આ ઘટના બનતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાને લઇને પરિવારજનોએ પોલીસને કોઇ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. તેઓ કેનાલમાં પડ્યા કે કોઈ કે તેઓને બાંધીને નાખી દીધા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment