ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાપર શહેરના પોલીસ લાઈન પાછળ આવેલા તકીયાવાસમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ એક રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર રૂમમાંથી નવીન રામજીભાઈ પઢિયાર અને વનિતા બાબુભાઈ સોલંકીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ઘટનાની જાણ થતાં મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવક અને યુવતીના પરિવારજનોને બોલાવીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આજરોજ મકાનના માલિક બાબુભાઈ મુળજીના ભાઈ પ્રવીણભાઈ આજે મકાન દેખાડવા આવ્યા હતા.
ત્યારે મકાનના એક રૂમની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. ત્યારે તેઓ ત્યાં ચેક કરવા જાય છે અને ત્યાં એક યુવક અને યુવતીને મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર અપરણિત યુવક અને પરિણીત યુવતીએ સજોડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. યુવક અને યુવતી આ બંધ મકાનમાં ક્યારે આવ્યા અને કયા કારણોસર બંનેએ આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 24 તારીખના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ બંને ઘરેથી ભાગી ગયા હતા. બે દિવસ પહેલા વનીતાના પિતા બાબુભાઈ દીકરી ગુમ થાય છે તેની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment